વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમા સુર્યક્રુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપીયા ૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી તરફથી જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે માટે વધુમાં વધુ પ્રોહબિશન અને જુગારના કેસો શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગ I/C વી.બી.દલવાડીના સીધા માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાને બાતમી મળી કે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં સ્લીપ કારખાનાની બાજુમાં સુર્યકુપા કરીયાણા સ્ટોરની પાસે જાહેરમાંથી ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી આરોપી પ્રદીપભાઈ અનકભાઈ બછીયા, રવુભાઈ ઉર્ફે મુન્નાભાઈ જીલુભાઈ કાળીયા અને સેમરાજ રાજુભાઈ ખાચર નામનાં ઇસમને કુલ રોકડ રૂ.૧૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આમ, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી છે.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.ખરાડી, સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિર્તિસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, સામતભાઈ છુછીયા, દિવ્યરાજસિંહ ઝાલા, બ્રીજેશભાઈ બોરીયા, રાજેશભાઈ પલાણી વગેરે દ્વારા કામગીરી કરવામાં આવી હતી.