Thursday, February 5, 2026
HomeGujaratમોરબીમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિત ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરી...

મોરબીમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિત ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કરી માર માર્યો

મોરબીમાં પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી યુવતીના પિતા સહિત ત્રણ શખ્સોએ યુવક પર હુમલો કરી તેને બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં યુવકના હાથમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજા થતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયો છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ફરિયાદી બિન્ટુભાઈ રજનીકાંતભાઈ ગામી ઉવ.૨૬ રહે. મહેન્દ્રનગર ગામ કાનાબાપાના પ્લોટમાં મોરબી-૨ મૂળ રહે. બિલિયા ગામ તા.જી.મોરબી વાળાએ આરોપી શૈલેષભાઇ જસમતભાઈ, અજયભાઈ તથા અનિલભાઈ એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી બીન્ટુભાઇ અને આરોપી શૈલેષભાઇની દીકરી વચ્ચે પ્રેમસબંધ હતો અને બંનેએ તા.૨૨/૦૧/૨૦૨૬ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા, જે વાત યુવતીના પિતાને ગમી ન હોય જેથી તેનો ખાર રાખી ગઈકાલ તા.૦૪/૦૨ ના રોજ ધુંટુ ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે ટાઈલ્સ કટીંગના કારખાને કાળા કલરની ક્રેટા કાર નં. જીહે-૩૬-એસી-૭૮૨૨ માં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ટાઈલ્સ જોવાના બહાને કારખાનાના સેડમાં પ્રવેશ કર્યા બાદ ત્રણેયે લાકડાના ધોકા કાઢી ફરિયાદી પર હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને હાથના કાંડાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે છોડાવવા વચ્ચે પડેલ ફરિયાદીના પાર્ટનરને પણ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી મહેન્દ્રનગર ચોકડી સુધી લઈ ગયા હતા અને મોબાઈલ ફોન તથા રોકડ રકમ પણ કારમાં જ રાખી લીધી હતી. બાદમાં ફરિયાદીના ઘરે લઈ જઈ તેમના મમ્મીને અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હુમલામાં ઇજાગ્રસ્ત ફરિયાદીને મોરબી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એક્સ-રેમાં જમણા હાથમાં ફ્રેક્ચર અને શરીરે ઇજાઓ થયાનું સામે આવ્યું છે. હાલ તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!