Saturday, May 18, 2024
HomeGujaratમોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદીર નજીક ત્રણ શખ્સોએ યુવાનને લમધારી નાખ્યો

મોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદીર નજીક ત્રણ શખ્સોએ યુવાનને લમધારી નાખ્યો

મોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદીર પાસે આવેલ ફુટપાથ પર કૌટુંબીક પ્રશ્ને વાત ચીત દરમિયાન મામલો બીચકાતા ત્રણ આરોપીઓએ યુવાનને લમધારી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ધક્કાવાળી મેલડી માતાના મંદીર પાસે આવેલ ફુટપાથ પર ઉભેલા મહેશભાઈ સોલંકી સાથે આરોપીઓ પ્રકાશભાઈ પરશુરામ ગોસ્વામી,અર્જુનભાઈ પ્રકાશભાઈ ગોસ્વામી અને કિશનભાઈ કાળુભાઈ (રહે.મોરબી મુળ રહે.નવાગઢ જેતપુર)એ કૌટુંબ પ્રશ્ને વાતચીત કરી હતી આ દરમ્યાન વિવાદ ઉગ્ર બનતા મામલો મારા મારી સુધી પહોંચ્યો હતો જેમાં આરોપીઓએ મહેશભાઇ ઉપર લાકડાના બળીકાના અડેધાડ ઘા ઝીંકતા ગંભીર ઇજા પહોચી હતી તથા બેફામ વાણી વિલાસ કરી મારી નાખવાની ધમકી આપતા આ બનાવને પગલે ઇજાગ્રસ્તના કાકા ભરતભાઈ કરશનભાઈ સોલંકી (ઉ.વ.૫૦ ધંધો.મજુરીકામ રહે.મોરબી)એ સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!