Monday, November 25, 2024
HomeGujaratહળવદમાં મામલતદાર કચેરી સામે પિસ્તોલ,છરી વડે જીવલેણ હુમલામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને...

હળવદમાં મામલતદાર કચેરી સામે પિસ્તોલ,છરી વડે જીવલેણ હુમલામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને દબોચી લેવાયા 

હળવદમાં આશરે દસ માસ પહેલા મામલતદાર કચેરી પાસે જ જાહેરમાં રોડ પર ઉપર છરી તથા પિસ્તોલથી ફાયરીંગ કરી ખુનની કોશીષના ગુનામાં મદદગારી કરનાર વધુ ત્રણ આરોપીઓને હળવદ પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. ત્યારે ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ ટાઉનમાં ગત તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૩ના બપોરના સમયે હળવદ મામલતદાર કચેરીના ગેટ પાસે જાહેરમાં ફરીયાદી ઉપર આરોપીઓએ પ્રાણઘાતક હથિયાર એવા છરી તથા પિસ્તોલ બતાવી જીવલેણ હુમલો કરી ઇજાઓ કરેલ હોય ત્યારે આ ગંભીર ગુનામાં આરોપીઓને મદદગારી કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી મંગળસિંહ અનોપસિંહ પરમાર ઉવ.૩૬ રહે.નવા દેવળીયા ગામ તા.હળવદ, વિજયભાઇ જયંતિભાઇ અઘારા ઉવ.૪૦ રહે.જુના દેવળીયા ગામ તા.હળવદ તથા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા ઉવ.૨૪ રહે. સુરવદર ગામ તા.હળવદ વાળા ત્રણ આરોપીઓની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સફળ કામગીરીમાં હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી.વ્યાસ, એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા સિસોદીયા, રમેશભાઇ મહાદેવભાઇ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ સુરેશભાઇ ભદ્રાડિયા, કોન્સ્ટેબલ દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ, હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા, મનોજભાઇ ગોપાલભાઇ પટેલ, પ્રફુલભાઇ હરખાભાઇ સોનગ્રા, હિતેશભાઇ મહાદેવભાઇ સાપરા સહિતના જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!