Friday, June 27, 2025
HomeGujaratમોરબીના વેપારી સાથે ઓનલાઇન ક્રિપ્ટો કરન્સીના નામે ૧.૫૧કરોડની છેતરપિંડી કેસમાં વધુ ત્રણ...

મોરબીના વેપારી સાથે ઓનલાઇન ક્રિપ્ટો કરન્સીના નામે ૧.૫૧કરોડની છેતરપિંડી કેસમાં વધુ ત્રણ ઝડપાયા

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં સાયબર ફ્રોડના બનાવોનો ભેદ ઉકેલવા સુચના કરવામાં આવતા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં રહેતા એક વેપારી સાથે રૂ.૧,૫૧,૦૨,૫૦૦/- નુ ફ્રોડ કરનાર ગેંગના આરોપીઓને દહેરાદુન તથા દિલ્હી ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નૈમિશભાઇ કનૈયાલાલ પંડિત નામના વેપારીને ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્વારા વૉટ્સએપ તથા કસ્ટમર કેર નંબર દ્વારા વાતચીત કરી તેમજ ઓનલાઇન વેબસાઇટમાં એકાઉન્ટ ઓપન કરાવી યુ.એસ.ડી.ટી. ના ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે આરોપીઓ દ્વારા અલગ-અલગ એકાઉન્ટમાં કુલ રૂ. ૧,૫૧,૦૨,૫૦૦/- ડીપોઝીટ કરાવી ઓનલાઇન ફ્રોડ આચર્યુ હતુ, જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ગુન્હો નોંધવામાં આવેલ હતો. જે ગુન્હાની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફ્રોડ કરવામાં ઉપયોગમાં લેવાયેલ વિવીધ બેંક ટ્રાન્ઝેકશનોને એનેલાઇઝ કરતા થયેલ ટ્રાન્ઝેકશનોની વિગતો જોતા આ ટ્રાંઝેક્શન માટે ઉતરાખંડ રાજયના દેહરાદુન શહેર ખાતે આવેલ આઈ.ડી.એફ.સી બેંકનુ એકાઉન્ટ ઉપયોગ થયેલ હોવાનુ જાણવા મળેલ જેના આધારે જે એકાઉન્ટ ધારક તથા તે એકાઉન્ટને કોણ ઓપરેટ કરે છે તે બાબતે તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટ સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવા માટે બેન્ક એકાઉન્ટની કીટ દહેરાદુન ખાતેથી દિલ્હી મોકલવામાં આવેલ ત્યાથી આ બેન્ક એકાઉન્ટની કીટ મુખ્ય સુત્રધાર સુધી પહોંચાડવામાં આવતી હોવાનું અને બાદમાં આ એકાઉન્ટનો ઉપયોગ કરી ફ્રોડ કરવામાં આવતુ હતું. જે બાબતે મોરબી જીલ્લા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા ઉંડાણપુર્વક તપાસ કરી ઉતરાખંડ રાજયના દહેરાદુન ખાતેથી ખાતેથી ૦૨(બે) આરોપીઓને તથા દિલ્હી ખાતેથી ૦૧(એક) આરોપી જેમનું નામ જેમાં ગીત ગુરજીતસીંગ ગરેવાલ, વિકાસ જગદીશપ્રસાદ પંચાલ તથા ગૌરવ ઇન્સ્પેકટર સૈનીને પકડી પાડવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગીત ગુરજીતસીંગ ગરેવાલ અને વિકાસ જગદીશપ્રસાદ પંચાલ દ્વારા કમિશન પેઠે એકાઉન્ટ મેળવી ભારતના અન્ય રાજ્યના મુખ્ય સુત્રધારને પહોંચાડી મુખ્ય સુત્રધાર સાથે મળી ફ્રોડ આચરતા હતા. જયારે ગૌરવ ઇન્સ્પેકટર સૈનીએ પોતાના નામે પેઢી બનાવી આ પેઢીના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી કમીશન પેઠે ગીત ગુરજીતસીંગ ગરેવાલ તથા વિકાસ જગદીશપ્રસાદ પંચાલને આપેલ હતું.

આ કામગીરીમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કે.કે.દરબાર, પોલીસ સબ ઈન્સ્પેકટર વાય.પી.વ્યાસ, એ.કે.સાંગાણી, એ.એસ.આઈ રજનીકાંતભાઇ ડી. કૈલા, સંજયકુમાર ઘનશ્યામભાઇ પટેલ, હેડ કોન્સ્ટેબલ મહીપાલસિંહ જી.વાળા તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબીના સ્ટાફ જોડાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!