Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાંથી વધુ ત્રણ બાઈકની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાંથી વધુ ત્રણ બાઈકની ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં જાણે સ્પલેન્ડર મોટરસાઇકલને નિશાનો બનાવી તેવી તેની ચોરતી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. પહેલા 4 પછી 1 અને હવે એક દિવસમાં 3 સ્પ્લેન્ડર મોટરસાઇકલ ચોરી થયાની પોલીસ ફરિયાદ અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાઈ છે. જેમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બે જયારે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એક બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના લુહાણાપરા શેરી નં.૧ ખાતે રહેતા રફિકભાઈ બાબુભાઈ ચારણીયા નામના આધેડે તા-૦૪/૦૬/૨૦૨૧ ના બપોરના સમયે પોતાનું GJ-03-HQ-4092 નંબરનું રૂ.૨૦,૦૦૦/- ની કિંમતનું ૨૦૧૫ નુ મોડલનુ સિલ્વર ગ્રે કલરનુ હીરો કંપનીનું સ્પલેન્ડર એન.એક્ષ.જી. આઈસ્માર્ટ મોટર સાયકલ પોતાના મોરબી લુહાણા પરા શેરી નં.૧ ખાતે આવેલ ઘર સામે શેરીમાં પાર્ક કરેલ હતું. જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ તેની મોટરસાઇકલ ચોરી જતા રફિકભાઈ બાબુભાઈ ચારણીયાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

બીજા બનાવમાં, ખોડીયાર પાર્ક શેરી નં.૦૨ આલપરોડ મોરબી ખાતે રહેતા નીતેશભાઇ વશરામભાઇ રૂપાલાએ પોતાનું ૨૦૦૮નાં મોડલનું બ્લેક કલરનું રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનું હિરોહોન્ડા કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટર સાઇકલ મોરબી અયોધ્યાપુરી રોડ ઉપર આવેલ ખોડીયાર બેરીંગ નામની દુકાન પાસે તા.૦૨/૦૧/૨૦૨૨ ના સવારનાં સમયે પાર્ક કરેલ હતું. જે તેઓએ તે દિવસે બપોરે આવી જોતા તેઓને પોતાનું મોટર સાઇકલ સ્થળ પર હાજર જોવા ન મળતા તેઓએ જાત તપાસ કરી છતાં કોઈ નિવેળો ન આવતા આખરે તેઓએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ત્રીજા બનાવમાં, મોરબીના વીશીપરા ફુલીનગર-૦૧ ખાતે રહેતા ઇમરાનભાઇ અનવરભાઇ મિરજા નામના યુવક દ્વારા મોરબી સીટી બે ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મોટરસાઇકલ ચોરી થયા અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તા.૧૦/૦૨/૨૦૨૧ ના રોજ બપોરના સમયે તેઓએ પોતાનું GJ.03.CG.4201 નંબરનું હીરો હોંડા સ્પ્લેંડર પ્લસ મોટર સાઇકલ પાર્ક કરેલ હતું. જ્યાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ તેમની બાઈક ચોરી જતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!