મોરબીમાં ગઈકાલે વધુ એક ત્રણ મોતનાં બનાવો અલગ-અલગ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાં મોરબીની એરીડોન પેપર મીલમા કામ કરતી વેળાએ મજૂરનું પગ લપસી જતા પેપર મીલનાં મશીનમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું, જયારે વાંકાનેરનાં યુવકને માથુ દુખતુ હોય તેની દવા હોસ્પિટલમાં જતા હાર્ટ એટેક આવતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે હળવદની પરિણીતાએ પોતાની વાડીની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ જતા તેનું અકાળે મોત નીપજ્યું હતું.
પ્રથમ બનાવની મળતી વિગતો અનુસાર, હરીપર કેરાળા ગામના રોડ ઉપર આવેલ એરીડોન પેપરમીલમાં રહેતો અને મજૂરી કામ કરતો નારણભાઇ કૈલાશભાઇ ગામદ નામનો યુવક ગઈકાલે એરીડોન પીપર મીલમા કામ કરતો હતો. ત્યારે કોઇ પણ કારણો સર તેનો પગ લપસી જતા પેપર મીલની મસીનરીમા આવી જતા પ્રકાશ શંભુ નામના શખ્સ દ્વારા તેને તાત્કાલિક 108 મારફત મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, અનંતપૂરના તાડીપત્રી ગામે ૧૪/૧૬૫ તાડીપત્રી પાલમ હોસ્પિટલની બાજુમા રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા સાદકવલી જાફરસાબ બદવેલ
નામના યુવક વાંકાનેરના ચંદ્રપુર સીમ ન્યુ રેહાન ટ્રાન્સપોર્ટ ખાતે હતા. ત્યારે માથુ દુખતુ હોય દવા લેવા વાંકાનેર કુંજ હોસ્પિટલ જતા ત્યાં હાઈ બી.પી. વધી જતા ચક્કર આવતા પડી જતા બેભાન હાલતમા તેંમને તાત્કાલિક મોરબી આયુષ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડો. બીરેન પટેલે તેને જોઈ તપાસી હાર્ટ એટેક આવતા મરણ ગયેલ હોવાનુ જાહેર કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, હળવદના ચુપણી ગમે રહેતા ભાવનાબેન ઉકાભાઇ મકવાણા નામની પરણિત મહિલાએ કોઇપણ અગમ્ય કારણસર પોતાની સાડી વડે પોતાની વાડીની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ લેતા તેને તકાલિક સારવાર માટે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.