Tuesday, November 26, 2024
HomeGujaratતંત્રની ચેતવણીની સતત અવગણના થી વધુ ત્રણ જીવ હોમાયા:માળીયા મીયાણામાં તળાવમાં ડૂબી...

તંત્રની ચેતવણીની સતત અવગણના થી વધુ ત્રણ જીવ હોમાયા:માળીયા મીયાણામાં તળાવમાં ડૂબી જતાં ત્રણ માસૂમ બાળકોના મોત

મોરબીમાં મચ્છુ 2 ડેમ ખાલી કર્યા બાદ હેઠવાસના ગામોમાં ચેતવણી આપવામાં આવી છે છતાં પણ આ ચેતવણીને અવગણીને થોડા દિવસો પહેલા જ મચ્છુ નદીમાં ન્હાવા પડેલ ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા ત્યારે ફરીથી બેદરકારી ને કારણે માળીયા મિયાણા ના વરસામેડી ગામે નદીમાં ન્હાવા પડેલ ત્રણ માસૂમ બાળકો મોતને ભેટ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા મીયાનાંના વર્ષામેડી ગામે મેહુલ ભુપતભાઈ મહાલીયા(ઉ.૧૦), શૈલેષ અમરશીભાઈ ચાવડા(ઉ.૮), અને ગોપાલ કાનજીભાઈ ચાવડા(ઉ .૧૨)નામના બાળકો ન્હાવા ગયા હતા.ત્યારે તળાવમાં ન્હાતી વેળાએ ત્રણેય બાળકોનો અચાનક પાણીમાં ગરકાવ થયા હતા.ત્યારે એક સાથે ત્રણ બાળકોના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ફાયર વિભાગ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકોનાં મૃતદેહને બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.ત્યારે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!