જાણવા મળતી વિગત મુજબ મોરબીના લાલપર ગામે રહેતા અને સીરામીક માં નોકરી કરતા સુનીલકુમાર અભિમન્યુભાઈ સૈંની (ઉ.૩૪)એ ફરિયાદ નોંધાવી છે કે એક મહિના અગાઉ તેનું મોટરસાઇકલ હીરો સ્પ્લેન્ડર GJ 36 AB1870 કીમત રૂ.૩૫,૦૦૦ તેઓના ઘર પાસેથી તથા બીજું મોટર સાઈકલ સ્પ્લેન્ડર પ્લસ GJ 12 CK 4095 કી. રૂ.૩૫,૦૦૦ નું બાળ મંદિર લાલપર પાસેથી સ્પ્લેન્ડર પ્લસ GJ 36 AA 6301 કિ. રૂ.૨૦,૦૦૦ ની ચોરી થઈ ગયેલ છે.તથા ચોરાયેલા ત્રણ મોટરસાઇકલ અગાઉ થાનગઢ થી મોટર સાઇકલ ચોરી માં પકડાયેલ આરોપીઓ ગૌતમભાઈ ટપુભાઈ ડાભી.રહે થાનગઢ વિકાસ ભાઈ ભરતભાઈ પનારા રહે.થાનગઢ અને રાકેશભાઈ દેવજીભાઈ મકવાણા રહે.થાનગઢ વાળા પાસે થી મળી આવેલ જેમાં આરોપી રાકેશ દેવજીભાઈ મકવાણા ને પકડવા તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.