વાંકાનેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને અંકુશમાં લાવવા વાંકાનેર સીટી પોલીસ દ્વારા કોમ્બીંગ નાઇટ રાઉન્ડ યોજાઈ હતી. જે દરમિયાન તેઓને મળેલ બાતમીનાં આધારે હરસિધ્ધી હોટલ પાસે રોડ ઉપરથી બે કારમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. તેમજ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગઈકાલે તા.૨૪/૦૧/૨૦૨૬ ના રોજ કોમ્બીંગ નાઇટ રાઉન્ડ યોજાઈ હતી. જે દરમ્યાન વાંકાનેર હરસિધ્ધી હોટલ પાસે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કાર તથા મારૂતી ઇકો કારમાથી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી ૪૭૨ બોટલોનાં કુલ રૂ.૩,૯૬,૮૫૦/- તથા અન્ય મુદામાલ મારૂતી સ્વીફટ કાર રૂ.૩,૦૦,૦૦૦/- તથા મારૂતી ઇકો કાર રૂ.૪,૦૦,૦૦૦/- તથા ૦૪ મોબાઇલ ફોન રૂ.૧૨,૫૦૦/- મળી કુલ રૂ.૧૧,૦૯,૩૫૦/- નો મુદામાલ પકડી પાડી દિપાલ મુકેશભાઇ સંખેસરીયા, બાદલ રસીકભાઇ કાંજીયા તથા ઇન્દ્રજીત રાજુભાઇ ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે. તેમજ હરદીપભાઇ કાઠી ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









