મોરબી જીલ્લામાં અલગ-અલગ સ્થળોએ ત્રણ વ્યક્તિઓના અકાળે મોતના બનાવો બન્યા છે. જેમાં મોરબી શહેરના સરદાર-૩ વિસ્તારમાં ૩૭ વર્ષીય યુવક અચાનક બેભાન થઈ મૃત્યુ પામ્યો, કુબેરનગર વિસ્તારમાં ૬૩ વર્ષીય વડીલને શ્વાસની તકલીફથી મોત નિપજ્યું અને અણીયારી ગામે ૪૦ વર્ષીય યુવક તળાવમાં ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. ત્યારે અપમૃત્યુના ત્રણેય મામલામાં પોલીસ દ્વારા અ.મોતનો નોંધ કરીને વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબી શહેરના સરદાર-૩ દલવાડી સર્કલ નજીક બન્યો હતો. જ્યાં કૌશિકભાઇ નરભેરામભાઇ બારૈયા ઉવ.૩૭ તેમના રહેણાક મકાને અચાનક ઉલટી થવાથી બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મરણ જાહેર કર્યા હતા.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવમાં કુબેરનગર નવલખી રોડ ત્રિલોકધામ મંદિર પાસે રહેતા દીલીપભાઇ નાથાલાલ પરમાર ઉવ.૬૩ પોતાના મકાનમાં વહેલી સવારના શ્વાસની તકલીફથી જમીન પર પડી ગયા હતા. તેમને સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલ લઈ જતાં સારવાર મળે તે પહેલા રસ્તામાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવ અણીયારી ગામે રહેતા અલકેશભાઇ ભુદરભાઇ ડઢાણીયા ઉવ.૪૦ નામનો યુવક ગઈ તા.૧૪/૦૯ના રોજ તળાવના પાણીમાં ડૂબી જતાં, વાંભીયા તળાવની આડના કાંઠે કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.