Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જીલ્લામાં જુદા જુદા અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ લોકો મોતને ભેટ્યા

મોરબી જીલ્લામાં જુદા જુદા અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ લોકો મોતને ભેટ્યા

મોરબી જીલ્લાના વાંકાનેર, ટંકારા તથા હળવદમાં એમ ત્રણ અકસ્માતમાં એક અઢી વર્ષના અને એક આઠ વર્ષના તરુણ સહીત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જયારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક આઇસર રજી. જીજે-૧૨-એક્સ-૩૪૫૫ના ચાલકે બાઈક રજી. જીજે-૩૬-જે-૩૦૫૬માં સવાર બે વ્યક્તિને હડફેટે લેતા બાઈક ચાલક લાલજીભાઈ મોહનભાઇ મકવાણા ઉવ.૪૨ને માથાના ભાગે અને પેટ ઉપર ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જયારે બાઇકમાં પાછળ બેસેલ રામજીભાઈ અરજનભાઇ મકવાણા ઉવ.૫૯ને શરીરે ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત મામલે મરણ જનારના પુત્ર દીપકભાઇ લાલજીભાઇ મકવાણા ઉવ.૨૩ રહે.વીરપર તા.વાંકાનેરની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરી છે.

જયારે બીજા અકસ્માતના બનાવમાં ટંકારાના અમરાપર રોડ ઉપર રહેણાંક બહાર રોડની સાઈડમાં રમતા અઢી વર્ષના બાળક રાજેશને ફોર વ્હીલ જીજે-૧૦-ડીએ-૪૯૬૬ના ચાલકે ગફલતભરી રીતે ચલાવી અઢી વર્ષના બાળકને હડફેટે લઇ ઠોકર મારી પછાડી દેતા બાળકને માથામાં ગંભીર ઇજા પહોંચતા ટંકારા સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઇ જતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે અકસ્માતના સર્જી ફોર વ્હીલનો ચાલક પોતાનું વાહન લઇ સ્થળ ઉપરથી નાસી ગયો હતો. બનાવ મામલે મૃતક બાળકના પિતા રાયધનભાઇ સવશીભાઇ વાધેલા દેવીપુજક ઉવ.૨૪ રહે- ટંકારા અમરાપર રોડ દેવીપુજક વાસ તા-ટંકારા દ્વારા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત રજી.નંની ફોર વ્હીલના ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

અકસ્માતના ત્રીજા બનાવમાં આઠ વર્ષનો તરુણ ચાલીને રોડ ક્રોસ કરતો હોય ત્યારે ડમ્પરે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની મળતી માહિતી અનુસાર હળવદના કેદારીયા ગામે હળવદથી માળીયા તરફના હાઇવે રોડ ઉપર હનુમાનજીના મંદિર સામેથી રોડ ક્રોસ કરી રહેલા આઠ વર્ષના ક્રિષ્ના દેવજીભાઈ મજેઠીયાને ડમ્પર રજી.નં. જીજે-૧૩-ડબલ્યુ-૨૪૪૭ ના ચાલકે હડફેટે લેતા ક્રિષ્નાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોટ નિપજાવી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હોય. અકસ્માતના પગલે મરણ જનારના પિતા દેવજીભાઇ અમરશીભાઇ મજેઠીયા કોળી ઉવ.૫૮ રહે ગામ કેદારીયા તા-હળવદ જી મોરબીની ફરિયાદના આધારે હળવદ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!