મોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવ વિવિધ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યા છે, જેમાં એક સગીર તથા ૧૮ વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી જ્યારે ત્રીજા બનાવમાં પત્ની સાથે બોલાચાલી થયાનું લાગી આવતા પતિએ ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડીમાં ભુવનેશ્વરી પાર્ક ખાતે રહેતા મૂળ સુરેન્દ્રનગરમાં નુરેમિલાદે સોસાયટીમાં રહેતા ફિરોજભાઈ ઈસાભાઈ બાબરીયા ઉવ.૩૪ને તેની પત્ની સાથે કોઈ બાબતે બોલાચાલી થતા જે બાબતે ફિરોજભાઈને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઘરે છતમા પંખા સાથે ચુદડી બાધીને ગળેફાસો ખાઈ લેતા ફિરોજભાઈનું મૃત્યુ નિલજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે અકબરભાઈ સાગણભાઈ મોવર પાસેથી મળેલ પ્રાથમિક વિગતો આધારે બી ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામે રહેતા પીયૂષભાઈ નાથાભાઇ ખાંભલીયા ઉવ.૧૭ નામનો સગીર ગઈકાલ તા.૨૨/૧૦ના રોજ સાંજે ગામા આવેલ તળાવમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર તળાવના પાણીમાં ડૂબી જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું જેથી તેને સારવાર અર્થે માળીયા(મી) સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા હાજર ડોક્ટરે જોઈ તપાસી પીયૂષભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પોલીસે મૃત્યુના બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.
આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા(મી) તાલુકાના જસાપર ગામે રહેતા મૂળ મહારાષ્ટ્ રાજ્યના કોલદેગામના પરપ્રાંતિય ૧૮ વર્ષીય યુવક વિષ્ણુભાઈ રવિન્દ્રભાઈ ભીલ ગઈકાલે બપોરના અરસામાં જસાપર ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હોય ત્યારે પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું ત્યારે વિષ્ણુભાઈને માળીયા(મી) સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં માળીયા(મી) પોલીસે અકાળે મોતને ભેટેલા યુવકના મૃત્યુ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.