Friday, June 6, 2025
HomeGujaratહળવદના સુસવાવ ગામે ખેતરમાં ટ્રેક્ટર લઈ જવા બાબતે સગા ભાઈ ઉપર ભાઈ-ભાભી...

હળવદના સુસવાવ ગામે ખેતરમાં ટ્રેક્ટર લઈ જવા બાબતે સગા ભાઈ ઉપર ભાઈ-ભાભી સહિત ત્રણ લોકોએ હુમલો કર્યો

હળવદના સુસવાવ ગામે રેડાપાટી વિસ્તારમાં આવેલ બાપદાદાની ખેતરની જમીન બે ભાઈઓમાં અડધા અડધા ભાગે વહેંચાયેલી હોય, જે ખેતરમાં આવવા-જવા એક જ ગેટ હોય, ત્યારે નાનાભાઇના ખેતરમાં મગફળીના વાવેતર માટે ટ્રેક્ટર ત્યાં લઈ જતા હોય તે દરમિયાન મોટા ભાઈ તેમજ ભાભી અને ભત્રીજા વહુ એમ ત્રણ લોકોએ વિરોધ કરી લાકડાના ધોકા, બેટ સહિત નાના ભાઈ ઉપર હુમલો કરી, તેઓને માથાના ભાગે તેમજ હાથ-પગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ નાનાભાઈ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, હળવદ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા વિરાભાઈ દુદાભાઈ પીપરોતર ઉવ.૬૦ એ આરોપી તરીકે તેમના સગા મોટાભાઈ સવદાસભાઈ દુદાભાઈ પીપરોતર, ભાભી જાજીબેન સવદાસભાઈ પીપરોતર તથા નીતાબેન કમલેશભાઈ પીપરોતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, વિરાભાઈ અને સવદાસભાઈ વચ્ચે બાપદાદાની જમીનની અડધી અડધી ભાગે આવેલ હોય, જે ખેતરની જમીનમાં બન્ને ભાઈઓ ખેતી કરતા હોય અને બન્નેના ખેતરમાં જવા માટે આરોપી સવદાસભાઈની ખેતરની જમીનમાંથી જવાનો એક જ ગેટ હોય, ત્યારે ગત ૦૨/૦૬ ના રોજ વિરાભાઈ પોતાના ખેતરે ટ્રેક્ટર લઈને જતા હોય ત્યારે ત્રણેય આરોપીઓએ પોતાના ગેટમાંથી ટ્રેક્ટર લઈ જવા બાબતે વિરિધ કરી, વિરાભાઈ સાથે બોલાચાલી ઝઘડો શરૂ કર્યો હતો, જે બાદ ત્રણેય આરોપીઓએ સાથે મળીને વિરાભાઈને માથામાં તથા હાથ-પગમાં અને પડખામાં ધોકા, બેટ વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, ત્યારે વિરાભાઈને સારવારમાં ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ હોય. હાલ હળવદ પોલીસે વિરાભાઈની ફરિયાદને આધારે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!