મોરબી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કામગીરી કરતા દરમિયાન ટંકારા પોલીસ દ્વારા ટંકારા તાલુકાના લજાઇ-હડમતીયા રોડ પરથી સી.એન.જી. રીક્ષાને પકડી પકડી લેવામાં આવી છે. જેમાં ટ્રે ઈસમો દ્વારા દેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેઓએ ખાનગી બાતમીના આધારે, લજાઇ-હડમતીયા રોડ પરથી GJ-36-U-0890 નંબરની સી.એન.જી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા નુરમામદભાઇ સુલેમાનભાઇ સમા, રહીમભાઇ ઇશાકભાઈ નોતીયાર તથા રાહુલભાઇ સુરાભાઈ વાઘેલા નામના ત્રણ ઈસમોને કેફી પ્રવાહી ભરેલ ૪૦ બુંગીયા જેમાં ૨૦૦ લીટર કેફી પ્રવાહી ભરેલ હતું જેનો રૂ. ૪૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી કુલ રૂ. ૯૦,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો છે. અને ત્રણેય આરોપીઓ તથા કરીમભાઇ જામ મિયાણા નામના ફરાર આરોપી વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









