મોરબીમાં જિલ્લામાં જુગાર રમતા શકુનિઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ રોજ જુગાર રમતા ઈસમો પકડાવવાના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે મોરબીના ધુળકોટ ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ધુળકોટ ગામે, ઝાપા અંદર અમુક ઈસમો જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા અમરશીભાઇ તળશીભાઇ ચોટલીયા (રહે. ધુળકોટ, તા.જી.મોરબી, મો.નં.૯૮૨૫૭૫૮૪૮૦ નરશીભાઇ લાલજીભાઇ સાપરીયા (રહે. ધુળકોટ, તા.જી.મોરબી) તથા મનસુખભાઇ કુંવરજીભાઇ રાઠોડ રહે. ધુળકોટ, તા.જી.મોરબી) નામના ત્રણેય વૃદ્ધોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૧૦,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.