મોરબી શહેરમાં વાંકાનેર દરવાજા નજીક ચલણી નોટના નંબર ઉપર નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે જુગાર રમતા આરોપી દલસુખભાઈ ગોવિંદભાઇ અબાસણીયા ઉવ.૪૨ રહે. વાઘપરા શેરી નં.૬ મોરબી, ઇન્દ્રીશભાઈ અબ્દુલભાઇ અજમેરી ઉવ.૪૨ રહે. રવાપર રોડ રાજબેંક વાળી શેરી મોરબી તથા વલીમામદભાઈ આદમભાઈ ચાનીયા ઉવ.૫૦ રહે. કબીર ટેકરી મેઈન રોડ મોરબી વાળાને રોકડા રૂ.૨,૭૦૦/- સાથે રંગેહાથ ઝડપી લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.