મોરબી શહેરની ભાગોળે આવેલ અમરેલી ગામ નજીક રોડ ઉપર સર્પાકારે આવતી સ્વીફ્ટ કારણે પોલીસે રોકી, કારની તલાસી લેતા, કારમાં કાર ચાલક સહિત ત્રણ ઈસમો સવાર હતા, જે ત્રણેય ઈસમો નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું, જ્યારે કારની અંગરની તલાસી લેતા, કારમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલી. ની ૩૦ બોટલ મળી આવી હતી, ત્યારે તાલુકા પોલીસે કાર ચાલક પ્રોહી.એક્ટ તથા એમવી એક્ટ તથા અન્ય બે આરોપીઓ વિરુદ્ધ નશો કર્યાની હાલતમાં પકડાયા એમ બે અલગ અલગ કેસ નોંધ્યો છે. આ સાથે પોલીસે કાર તથા વિદેશી દારૂ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન, અમરેલી ગામ નજીક નેકસસ સિનેમા પાસે રોડ ઉપર સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૩૦૪૭ કારનો ચાલક પોતાની કાર સર્પાકાર રીતે ચલાવતો જોવા મળેલ જેથી તુરંત સ્વીફ્ટ કારણે રોકી, તેની તલાસીમાં સ્વીફ્ટ કાર ચાલક જાવીદભાઈ ઇસ્માઇલભાઈ સાઈચા ઉવ.૩૫ રહે.વીસીપરા મોરબી તથા કારમાં સાથે અન્ય બે ઈસમો જેમાં ચિરાગભાઈ જગદીશભાઈ ગાંધી ઉવ.૩૬ રહે. માધાપર શેરી નં.૨ અને અકબરભાઈ રસુલભાઈ જેડા ઉવ.૨૮ રહે.વીસીપરા કુલીનગર-૨ મોરબી એમ ત્રણેય ઈસમો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે કારની અંદર તલાસી લેતા, વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૮૦મીલી.ની ૩૦ બોટલ કિ.રૂ.૧૧,૧૨૫ મળી આવી હતી, જેથી પોલીસે કાર સહિત કિ.રૂ.૩,૧૧,૧૨૫/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બે અલગ અલગ કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.