હળવદ પોલીસે સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને ઝડપી લીધા હતા, જેમાં તાલુકાના સુંદરગઢ ગામે બ્રાહ્મણી પુલ નજીક સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની ૫૩ બોટલ લઈ નીકળેલ કુલ ત્રણ ઇસમોની રીક્ષા સહિત કુલ રૂ.૧.૭૯ લાખના મુદ્દામાલ સાથે અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પોલીસ મથક ટીમને બાતમી મળેલ કે રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈને ત્રણ ઈસમો નીકળ્યા છે, જે બાતમીને આધારે પોલીસ ટીમ સુંદરગઢ ગામે બ્રાહ્મણી પુલ નજીક વોચમાં હોય તે દરમિયાન એક સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૧૩-એવી-૬૮૮૯ ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા, રીક્ષામાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૫૩ બોટલ કિ.રૂ.૨૯,૭૮૬/- મળી આવી હતી જેથી પોલીસે રીક્ષાના ચાલક અફજલભાઇ રસીકભાઇભાઇ શેખ ઉવ.૨૧ રહે.ધાંગધ્રા રેલ્વે સ્ટેશનની બહાર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.નં ૬૩૫૨૧૫૬૪૪૩, જાવીદભાઇ અકબરભાઇ બેલીમ ઉવ ૨૬ રહે. ધાંગધ્રા મફતીયાપરા તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા બશીરભાઇ ગુલમહમદભાઇ હિંગળોજા ઉવ.૪૫ રહે.ધાંગધ્રા વાણીયાશેરી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર સહિત ત્રણેયની અટક કરી હતી. આ સાથે પોલીસે સીએનજી રીક્ષા ૧.૫૦ લાખ સહિત કુલ રૂ.૧,૭૯,૭૮૬/- સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.