મોરબી જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર પોતાની ફરજ બજાવી પોલીસ કર્મચારી રાવતભાઈ લોખીલ, માવજીભાઈ ચાવડા અને મનુભાઈ ડાંગર આજરોજ સેવા નિવૃત થયા છે. જેઓને મોરબી જિલ્લા પોલીસના અધિકારીની ઉપસ્થિતિમાં પોલીસ પરિવાર દ્વારા ભવ્ય વિદાયમાન આપી નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી પસાર થાય તે માટે શુભકામના પાઠવવામાં આવી હતી.