Saturday, January 11, 2025
HomeGujaratવાંકાનેરના નવા વઘાસીયા ગામે વાહન નીકળવાના રૂપિયા ઉઘરાવવા બાબતે બે વ્યક્તિ પર...

વાંકાનેરના નવા વઘાસીયા ગામે વાહન નીકળવાના રૂપિયા ઉઘરાવવા બાબતે બે વ્યક્તિ પર ત્રણ શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર ના નવા વઘાસીયા ગામે વાહન ના રૂપિયા ઉઘરાવવા મામલે બે વ્યક્તિને અન્ય ઈસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેરના નવા વઘાસીયા ગામે આબેડકરના સ્ટેચ્યુ પાસે મેઇન રોડ પર ૨૯/૦૯/૨૦૨૩ના રાત્રીના સાડા આઠેક વાગ્યે કીશોરભાઇ પોપટભાઇ મકવાણાને આરોપી જગદીશભાઇ નારણભાઇ સોલંકીએ કહેલ કે તે એક દીવસના અહીથી વાહન નીકળવાના રૂપીયા કેમ ઉધરાવીયા છે ? તેમ કહી બોલાચાલી કરી ગાળોઆપી ફરીયાદીનો કાઠલો પકડી લઇ આરોપી કીશોરભાઇ નારણભાઇ સોલંકીએ સાહેદને ઠકીપાટુનો માર મારી વીખોડીયા ભરી ગાળો આપી તથા આરોપી પારસભાઇ મહેશભાઇ સોલંકીએ ફરીયાદી તેમજ સાહેદને મારી નાખવાની ધમકી આપી ગુનામા એકબીજાને મદદ કરતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!