Monday, December 23, 2024
HomeGujaratમોરબીના મહેન્દ્રનગર નજીક મોટરસાયકલ ઉપર વિદેશી દારૂ-બિયરનો જથ્થો લઈ નીકળેલ ત્રણ ઈસમો...

મોરબીના મહેન્દ્રનગર નજીક મોટરસાયકલ ઉપર વિદેશી દારૂ-બિયરનો જથ્થો લઈ નીકળેલ ત્રણ ઈસમો પકડાયા

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર નજીક ઘુંટુ રોડ ઉપર હોન્ડા કંપનીના લિવો મોટરસાયકલ રજી.નં. જીજે-૩૬-જે-૪૮૫૩ ઉપર વિદેશી દારૂની ૮ બોટલ તથા બિયરના ૨૧ ટીન લઈ નીકળેલા અમ્રુતસિહ ઉર્ફે ઓમદેવસિંહ દાનુભા જાડેજા ઉવ.૩૨ રહે- મોરબી ભાગ્યલક્ષ્મી સોસાયટી મુળરહે-હાટાટોડા જી.જામનગર, હિતેષભાઇ હસમુખભાઇ ખરચીયા ઉવ.૩૦ રહે- જુની પીપળી મુળરહે-નવા ઘાંટીલા તા.હળવદ, પ્રવિણભાઇ કેશુભાઇ પરમાર ઉવ.૨૮ રહે-રામકો વિલેજ મુળરહે-સરવા તા.જી.બોટાદને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે બાઇક તથા વિદેશી દારૂ-બિયરના જથ્થા સહિત કિ.રૂ.૨૯,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!