મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક પી.એ ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસની ટીમે વાંકાનેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામા જુગાર રમતા ત્રણ શકુનિઓને ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવાની કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન તેઓને ખાનગીરાહે હકીકત મળેલ કે, વાંકાનેર કુંભારપરા ગરબી ચોકના પટ્ટમા સ્ટ્રીટ લાઇટના અજવાળામા જાહેરમા અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે તેઓએ સ્થળ પર રેઈડ કરી ગોપાલભાઇ દેવાભાઇ ગમારા (રહે.વાંકાનેર ભરવાડપરા શેરી નં.૦૪), સુનીલભાઇ ઉર્ફે કટ્ટી કાળુભાઇ બાબરીયા (રહે.વાંકાનેર માયત્રી મંદીર સામે મફતીયા પરા) તથા નરેશભાઇ રઘુભાઇ સારેસા (રહે. આંબેડકરનગર વાંકાનેર) નામના ઈસમોને પકડી પાડી પકડાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૧૫,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.