પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુખદેવભાઇ મગનભાઇ પરમારએ આરોપીઓ મહેશભાઇ રઘુભાઇ હળવદીયા (ઉ.વ.૨૪), વિકાસભાઇ રઘુભાઇ હળવદીયા (ઉ.વ.૨૦ રહે.બંને રહે સીધેશ્વર મંદીર પાસે હળવદ જી. મોરબી), અજયભાઇ કીશનભાઇ (ઉ.વ.આ.૨૨ રહે. દીલ્હી) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા.૧૯ ના રોજ સરા ચોકડીથી સરા રોડ ઉપર આરોપીઓ પોતાના બાઈક પર ત્રણ સવારીમા ધુમ સ્ટાઇલથી ચલાવતા હોય જેથી ફરીયાદીએ પોતાની ફરજના ભાગ રૂપે તેઓને રોકતા આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી મુંઢમાર મારી ફરજમા રૂકાવટ કરી હતી. હળવદ પોલીસે ફરિયાદનાં આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.