વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વીડી જાંબુડીયા ગામની સીમમાં આવેલ ભેટ ચોકડી નજીક જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ભીમાભાઇ ગોવિંદભાઇ ઓળકીયા ઉવ.૪પ રહે.ચુંપણી તા.હળવદ, દીપભાઇ નકુભાઇ ખાચર ઉવ.૩૮ રહે હાલ-વીડી જાંબુડીયા તા.વાંકાનેર મુળ ગામ-રંગપર તા.વાંકાનેર, હમીરભાઇ વાલજીભાઇ કાંજીયા ઉવ.૩૨ રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેરને રોકડા રૂપિયા ૫,૧૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલ ત્રણેય આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.