મોરબી તાલુકાના જેતપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી બાઇકમાં દારૂ, બિયારની બોટલો સાથે નીકળેલ ત્રણ ઇસમનોને પોલીસે દબોચી લીધા હતા.
દારૂ અંગેના કેંસની જાણવા મળતી વિગત અનુસાર મોરબી તાલુકા પોલીસે બાતમીને પગલે જેતપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી હોન્ડા સાઇન મો.સા. રજી નં.GJ-36-AB-8614 લઇ પસાર થતા આરોપી મેહુલભાઇ કાન્તિભાઇ કવાણી, ગણેશભાઇ હરજીભાઇ સુરાણી અને મગનભાઇ કારુભાઇ જંજવાડીયાને અટકાવી તલાશી લેતા બાઈકમાંથી ઇન્ડીયન બ્લુ બ્લેન્ડેડ ગ્રેઇન વ્હિસ્કીની 12 બોટલ, કિં.રૂ.૩૬૦૦ તથા બીયરના 32 ટીન કિં.રૂ.૩૧૦૦ સહિતનો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસે હોન્ડા સાઇન બાઈક, દારૂ સહિત રૂ.૨૬,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા આ દારૂ હેમંતભાઇ લોદરીયા (રહે.સુખપર ગામ તા.હળવદ જી.મોરબી) પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદના સુખપર ગામેથી દારૂ, બિયરના જથ્થા સાથે આરોપી ઝડપાયો
અન્ય એક કેસની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર હળવદના સુખપર ગામે દારૂના ગેરકાયદે જથ્થા અંગે પોલીસને બાતમી મળતા પોલીસે આરોપી હેમંતભાઇ ઉર્ફે ભગતભાઇ જાદુભાઇ લોદરીયાની વાડીમાંથી દરોડો પડ્યો હતો આ દરમિયાન વાડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડનો 35 બોટલ દારૂનો જથ્થો અને જુદી જુદી બ્રાન્ડના 72 ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેને લઇને પોલીસે આરોપી હેમંતભાઇ ઉર્ફે ભગતભાઇને દારૂના રૂપિયા ૧૬૪૦૦ ના મુદામાલ ઝડપી લઇ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.