માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓનેસ્ટ હોટલ ખાતે બનેલ અપહરણના બનાવમાં અપહરણ થયેલ ત્રણ લોકોને કચ્છ જીલ્લાના ભચાઉ ખાતેથી આરોપીઓના કબ્જામાંથી છોડાવી અપહરણ કરનાર છ ઇસમોને માળીયા મીંયાણા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા રાજકોટ રેન્જમાં બનતા શરીર સબંધી બનાવો અટકાવવા અસરકારક કામગીરી કરવા સૂચના આપતા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લા તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ શરીર સબંધી ગુન્હાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જેમાં. ગઇ તા.૧૦/૧૦/૨૦૨૪ ના માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઓનેસ્ટ હોટલ ખાતેથી એક બ્રેઝા કારમાં ત્રણ વ્યક્તિઓનું અપહરણ થયું હતું. જે બાબતે ફરીયાદી બાબુભાઇ ભીખાભાઇ મિયોત્રા રહે. ભચાઉ વાળાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે એ.પાર્ટ ગુ.ર.નં.૭૯૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૧૪૦(૩), ૩(૫) મુજબનો ગુન્હો દાખલ કરાયો હતો. છે. જેમાં ફરીયાદીના પુત્ર અને ભચાઉના શિવજીભાઇ દાફડાની પુત્રી બંને પ્રેમલગ્ન કરવાના ઇરાદે નાસી ગયા હતા. જેથી ફરીયાદીનો પુત્ર દિલીપભાઇ બાબુભાઇ મિયોત્રા, મહેશભાઇ ભીખાભાઇ બારોટ અને કાનજીભાઇ રામજીભાઇ મિયોત્રા એમ ત્રણેય ઇકો કાર લઇ છોકરા-છોકરીને શોધવા માટે ગયા હતા અને છોકરા-છોકરીનો કોઇ અતોપત્તો ન મળતા ભચાઉ પરત ફરતા દરમ્યાન માળીયા ઓનેસ્ટ હોટલ ખાતે ચા-પાણી પીવા માટે ઇકો કાર ઉભી રાખી હતી. જે દરમ્યાન એક બ્રેઝા કારમાં છ ઇસમો આવી ત્રણેય વ્યક્તિઓનું અપહરણ કરી લઇ જઇ નાસી ગયા હતા. જે બાબતે ગુન્હો દાખલ કરાયો હતો. પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનનાએ અપહરણ થયેલ ત્રણેય વ્યક્તિ તથા આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા અલગ-અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવેલ અને બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. અને તપાસ દરમ્યાન આ કામના આરોપીઓ સુમિતભાઇ પ્રેમજીભાઇ દાફડાની વાડીએ ભોગબનનારને લઇ ગયેલ હોવાની હકીકત મળતાં તાત્કાલીક સ્થાનિક પોલીસની મદદ મેળવી તે જગ્યાએ જઇ ભોગબનનાર ત્રણેય વ્યક્તિઓને આરોપીઓ પાસેથી છોડાવી આ ગુન્હામાં સંડોવાયેલ કુલ-૦૬ આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ પરેલ છે. જેમાં કાંતિભાઇ દેવરાજભાઇ લોચા, રમેશભાઈ રવજીભાઈ દાફડા, નરેશભાઇ વિરજીભાઈ દાફડા, ભરતભાઇ વિરજીભાઈ દાફડા, મનસુખભાઇ ઉર્ફે મનોજભાઈ નામોરીભાઈ દાફડા અને કિશોરભાઇ ઉર્ફે કિશનભાઇ નારણભાઇ ચૌહાણની ગુન્હામાં વપરાયેલ બ્રેઝા કાર રજી.નં. GJ-12-FA-6195 કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવી છે.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, રણજીતસિંહ રોહડીયા, સમરથસિંહ ઝાલા, કૃતેસંગ પરમાર, જયદીપભાઇ પટેલ, જયપાલસિંહ ઝાલા, વિજયભાઇ જાદવ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.