રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવે પ્રોહિબિશન/ જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના સ્મશાનની દિવાલ પાસેથી ત્રણ ઈસમોને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના સ્મશાનની દિવાલ પાસે ત્રણ ઇસમો ઇગ્લીશ દારૂની બોટલો સગેવગે કરે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી શક્તિસિંહ નિનુભા ગોહીલ, હિતેન્દ્રભાઇ ખેતાભાઇ મકવાણા તથા જગદીશભાઇ ગોંવિદભાઇ મારૂ નામના ત્રણ ઇસમો ઇગ્લીશ દારૂની બોટલો સગેવગે કરતા જોવામાં આવતા ઇસમોને પકડી પાડી સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ૬૦ બોટલનો રૂ.૨૫,૯૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણય ઇસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.