હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ દરોડામાં પરપ્રાંતિય મજૂરોના આઇડી પ્રૂફ તથા મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન નહિ કરી જાહેરનામાનો ભંગ કરતા, ૨ વાડી-માલીક તથા ૧ ગોડાઉન-માલીક એમ ત્રણ વિરુદ્ધ જાહેરનામાના ભંગ કરવાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદ તાલુકાના ઇંગરોળા ગામની સીમમાં આવેલ વાડી માલીક મનસુખભાઇ બાવલભાઈ માકસણા ઇવ.૬૫ રહે.વિશ્વાસ સોસાયટી સરા રોડ હળવદ વાળાએ પોતાની વાડીમાં કામ કર્યા પરપ્રાંતિય મજૂરોની વિગતો તથા આઇડી પ્રૂફ તેમજ મજૂરોનું મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરાવી જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય, તેવી જ રીતે હળવદના ઇશ્વરનગર ગામની સીમમાં આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોનું મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન નહી કરાવનાર સાગરભાઈ કાળુભાઇ વડગાસીયા ઉવ.૨૯ રહે.મેરૂપર તા.હળવદ વાળાએ જાહેરનામાનો ભંગ કર્યો હોય, જ્યારે ત્રીજા દરોડામાં હળવદ માળીયા હાઇવે ઉપર કૃષ્ણ હોટલ પાછળ નવા બંધાતા ગોડાઉનમાં કામ કરતા મજૂરોના આઇડી તથા મોરબી એસ્યુર્ડ એપમાં રજિસ્ટ્રેશન નહિ કરાવનાર મૂળ ઉત્તરપ્રદેશના લાલપુર કેરાક્ત ગામ હાલ નવા બંધાતા ગોડાઉન વાળો આરોપી વિનોદકુમાર બબઉરામ સોનકર ઉવ.૪૧ વાળા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.