Sunday, April 13, 2025
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,તસ્કરની ધરપકડ

મોરબી અને વાંકાનેરમાં અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,તસ્કરની ધરપકડ

મોરબી એલસીબીએ એક લાખ રોકડા,૧૦ ચાંદીના સિક્કા સહિત ૧.૨૫ લાખનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી તથા વાંકાનેર વિસ્તારમાં થયેલ અલગ-અલગ ત્રણ ઘરફોડ ચોરીને અંજામ આપનાર આરોપીને શહેરના મણીમંદિર નજીકથી દબોચી લેવામાં આવ્યો છે, આ સાથે એલસીબી પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૧ લાખ અને ચાંદીના ૧૦ નંગ સિક્કા સહિત ૧.૨૫ લાખનો ચોરી કરેલ મુદ્દામાલ પરત મેળવ્યો છે.

મોરબી એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કવોડને હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, એક ઇસમ જે હાલે મોરબી બેઠા પુલ પાસે મણીમંદીરની બાજુમાં રોડ ઉપર ઉભેલ છે. જે ઇસમ પાસે ચોરીનો મુદામાલ છે તેવી હકકત આધારે તુરત જ ઉપરોક્ત સ્થળ ઉપર જઇ તપાસ કરતા વર્ણન મુજબવાળો ઇસમ મળી આવતા જેની સઘન પુછપરછ કરતા મોરબી શહેરમાં વર્ષ ૨૦૨૩ માં થયેલ ઘરફોડ ચોરી પોતે આચરેલાની કબુલાત આપેલ હોય જેથી આરોપી અંકીતભાઇ મહાદેવભાઇ વિકાણી હાલરહે.રાજકોટ ગોંડલ ચોકડી તા.જી.રાજકોટ મુળગામ રામપર (નશીતપર) તા.ટંકારાવાળા પાસેથી ચોરીના મુદામાલ પૈકીના રોકડા ૧ લાખ તથા ૧૦ નંગ ચાંદીના સિક્કાઓ મળી આવતા તે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

મોરબી એલસીબી ટીમ દ્વારા પકડાયેલ આરોપીની વિશેષ પુછપરછમાં વાંકાનેર વિસ્તારમાં બનેલ અન્ય બે ઘરફોડ ચોરીઓ ઉપરોક્ત આરોપીએ કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી આરોપીને મુદામાલ સાથે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે.

વધુમાં પકડાયેલ ચોર આરોપી રાજકોટથી એકલા મોરબી વિસ્તારમાં આવી દિવસના સમયે શહેર તથા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ફરી કારખાના તથા બંધ ઓફીસોની રેકી કરી મોડી રાત્રીના સમયે આવા કારખાના તથા ઓફીસને ટાર્ગેટ કરી ઓફીસ તથા કારખાનાની બારીઓના સળીયા તણી(હેકસો બ્લેડ) તથા પકડ જેવા હથીયારથી કાપી અંદર પ્રવેશી ઘરફોડ ચોરીઓ કરવાની ટેવ વાળો છે. આ સાથે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રજાજોગ સંદેશ આપતા જણાવ્યું છે કે તમારા મિલકતના રક્ષણ માટે તમો સાંજના સમયે તમારૂ કારખાનુ તથા ઓફીસ બંધ કરતી વખતે તેમાં રોકડ રકમ તથા અન્ય કોઇ કિમતી સર સામાન ન રાખી તમારા કારખાના તથા ઓફીસમાં જરૂરી સિક્યુરીટી સ્ટાફ રાખવો તેમજ રાત્રીના સમયે ઓફીસ/કારખાનુ લોક રાખવુ તેમજ જરૂરી સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રાખવી જેથી આવા પ્રકારની ચોરીના બનાવો બનતા અટકાવી શકાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!