મોરબી જિલ્લામાં આપઘાત તથા અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ત્રણ લોકોનાં અપમોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
પ્રથમ બનાવમાં, મોરબીના રોહીદાસપરા શેરી ન.૧ વીશીપરા ખાતે રહેતા રાઠોડ મનજીભાઇ સોમાભાઇ નામના વૃધ્ધનુ કેન્સરના લીધે મૃત્યુ થતા તેમના પરિવારજનો દ્વારા વૃદ્ધના મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
બીજા બનાવમાં, વાકાનેરમાં પ્રતાપ રોડ એકસીસ બેન્કની સામે રહેતા દીલીપકુમાર મણીલાલ જોબનપુત્રા નામના વૃધ્ધને બે-અઢી વર્ષથી પગનો ગોળો ભાગી ગયેલ હોય અને પેશાબની બીમારી હોય જે બીમારીથી કંટાળી જઇ પોતાની જાતેથી પોતાના રૂમમા રાખેલ ઇલેકટ્રીક પંલગના બન્ને સાઇડમા સાડી બાધી પોતાના ગળે ફાસો રાખી માથાની સાઇડથી સ્વીચ દ્વારા પલગ પોતાની જાતેથી ઉચો કરતા ફાસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મૃતકના પરિવારજન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને બનાવ અંગે અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.
ત્રીજા બનાવમાં, વાંકાનેરનાં જુના ઢુવા ખાતે રહેતા મૂળ ધ્રાગધ્રાનાં ગીતાબેન વલ્લભભાઇ મુંદડીયા નામના પરિણીતા ગત તા.૧૭/૦૭/૨૦૨૩ના સવારના આઠેક વાગ્યાના અરશામા પોતાના ઘરના આંગણામા ઉભા હતા. ત્યારે કોઇ ઝેરી જનાવર કરડી જતા તેઓને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ઓટો રીક્ષામા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.