Friday, January 9, 2026
HomeGujaratમોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવ નોંધાયા

મોરબી, ટંકારા અને માળીયા (મી) તાલુકામાં અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા છે. જેમાં મકનસર પાસે થયેલા વાહન અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું, જ્યારે ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે સ્મશાન નજીક રાખડતું ભટકતું જીવન જીવતા યુવાનની લાશ મળી આવી હતી. આ ઉપરાંત માળીયા(મી)ના મોટા દહીંસરા ગામે ઝેરી દવા પી લીધા બાદ સારવાર દરમિયાન ખેતશ્રમિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્રણેય બનાવોમાં પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના મકનસર ગામ પાસે એક વાહન અકસ્માતમાં ૩૨ વર્ષીય હરીકૃષ્ન પ્રમોદ ઘેના રહે. અપેક્ષ કારખાનાના લેબર ક્વાર્ટર મકનસર વાળાનું મોત થયું હતું. મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતા પોલીસે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપમૃત્યુના બનાવમાં કિશોરભાઈ અલુભાઈ આંકરીયા ઉવ.૩૫ રહે. ડુંગરપુર તા. હળવદ મુળ રહે. ભીમગુડા તા. વાંકાનેર વાળા ગત તા. ૦૫/૦૧/૨૦૨૬ના રોજ ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામે સ્મશાનની બાજુમાં અવેડા પાસે તેઓ મરણ ગયેલ હાલતમાં મળી આવ્યા હતા. મરણજનાર ભટકતું જીવન જીવતા હોવાનું અને તેમના મોટાભાઈએ લાશની ઓળખ કરી હતી. મૃત્યુ અંગે કોઈ શંકા ન હોવા છતાં ચોક્કસ કારણ જાણવા અપમૃત્યુની નોંધ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે ત્રીજા અપમૃત્યુના બનાવની મળતી વિગતો મુજબ, માળીયા(મી)ના મોટાદહીંસરા ગામે પ્રભાતભાઈ ચંદુભાઈ આહીરની વાડીએ રહેતા નરશીભાઈ ભેરુભાઈ વસુનીયા ઉવ. ૩૮ મૂળરહે. ચાકયા કલાન તા. જુલના જી. ધાર, મ.પ્ર.વાળાએ તા.૦૬/૦૧ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ત્યારે ઝેરી અસરને કારણે તેમની તબિયત લથડતાં તેઓને મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ માળીયા(મી) પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!