મોરબી જીલ્લામાં વાંકાનેર, મોરબી તાલુકા અને હળવદ વિસ્તારમાં ત્રણ અલગ અલગ અપમૃત્યુના બનાવ નોંધાયા છે. જેમાં નવા ધમલપર ગામે યુવાને ઝેરી દવા પી લેતા મોત થયું, જ્યારે રંગપર પાસે વીજ શોર્ટ લાગતા ૭ વર્ષના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું તેમજ હળવદ નજીક ખેત શ્રમિક મહિલાનું કોઈ બીમાર સબબ સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવ વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામે બન્યો હતો. જ્યાં ધરમશીભાઈ ભરતભાઈ અબાસાણીયા ઉવ.૩૨એ કોઈ કારણસર ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. આ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ દાખલ કરી છે.
જ્યારે બીજો અપમૃત્યુનો બનાવ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં બન્યો હતો. જ્યાં લવજી ઉર્ફે રવજી સવજીભાઈ વાજેલીયા ઉવ.૦૭ રહે.રંગપર ગામની સીમ સોમનાથ પેટ્રોલપંપ સામેના રસ્તે ઝુંપડામાં તા.જી.મોરબી વાળાને ગત ૦૧ માર્ચના રોજ ઇલેક્ટ્રિક પોલ પાસે વીજ શોર્ટ લાગતા ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર માટે રાજકોટની જનાના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તા. ૧૫ માર્ચે તેનું મોત થયું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં બન્યો હતો. જ્યાં સુમલીબેન મહેન્દ્રભાઈ નાયકા ઉવ.૨૫ રહે.માલણીયાદ ગામની સીમમાં ભાવેશભાઇ નટવરભાઇ પરમારની વાડીએ તા.હળવદ મુળ રહે-ઉસેલા તા.કવાંટ જી છોટાઉદયપુર વાળા કોઈ બિમારીને કારણે સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે હળવદ પોલીસે અપમૃત્યુ રજીસ્ટર કરી વધુ તપાસ ચલાવી છે.









