Friday, December 27, 2024
HomeGujaratમોરબીમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવ નોંધાયા

મોરબીમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવ નોંધાયા

મોરબી શહેર તથા ગ્રામ્ય ઉપરાંત વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં એક અજાણ્યા પુરુષ સહિત ત્રણ યુવકના મૃત્યુ નિપજ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામ નજીક આવેલ ચેક ડેમના પાણીમાં આશરે ૩૫ થી ૪૦ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા પુરુષની લાશ તરતી હોવાનું સામે આવ્યું હતું. જેથી સરધારકા ગામના સરપંચ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લાશને ચેકડેમમાંથી કાઢી લઇ હોસ્પિટલમાં ખસેડવા સહિતની કામગીરી હાથ ધરી હતી. ત્યારે હાલ પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી મળેલ અજાણ્યા પુરુષની લાશ અંગે ઓળખ મેળવવા તપાસની તજવીજ શરૂ કરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં સ્વસ્તિક હોમ-એ બ્લોક નં.૧૦૪માં રહેતા કરણભાઈ સુરેશભાઈ કંટારીયા પટેલ ઉવ.૩૦ એ ગઈ તા. ૧૪/૦૯ ના રોજ પોતાના રહેણાંકમાં ઘર કંકાસને કારણે પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાબતે પોલીસની પ્રાથમિક તપાસમાં મયંકભાઈ રાજેશભાઇ ભૂત દ્વારા ઉપરોક્ત વિગતો આપતા હાલ પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના પંચાસર ગામે ચાંચપર રોડ ઉપર આવેલ સતુભા દરબારની વાડીએ ખેત મજૂરી કરતા અજયભાઈ સજનભાઈ ઉવ.૩૦એ ગઈકાલ તા.૧૫/૦૯ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવતા તેને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ટૂંકી સારવારમાં અજયભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બનાવ અંગે પોલીસે સ્થાક ઉપર આવી ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. અકાળે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!