મોરબી-૨:કથા શ્રવણ કરતા સમયે કોઈ કારણોસર આધેડે અનંતની વાટ પકડી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા જયેશકુમાર ધીરજલાલ અગ્રાવત ઉવ.૪૪ ગઈકાલ તા.૦૨/૦૨ના રોજ મહેંદ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં કથા સાંભળવા ગયેલ હોય ત્યારે અચાનક કોઇપણ કારણોસર તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી તેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલે લાવતા સીટી બી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી હતી. હાલ પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પીએમ કરાવવા સહિતની ઘટિત કામગીરી હાથ ધરી આગળની તપાસ ચલાવી છે.
વાંકાનેર:કલેહાર્ટ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં પહેલા માળેથી નીચે પટકાયેલ શ્રમિકનું મોત
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કલેહાર્ટ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી રાજેન્દ્રકુમાર મંગલકુમાર ઉવ.૪૦ ગઈકાલે રાત્રીના સમયે લેબર ક્વાર્ટરના પહેલા માળેથી કોઈ કારણોસર નીચે પટકાતા રાજેન્દ્રકુમારને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, હાલ વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસની તજવીજ હાથ ધરી છે.
હળવદના ડુંગરપુરમાં મગજની બીમારીથી કંટાળી ઝેરી દવા ગટગટાવી ગયેલ પ્રૌઢનું સારવારમાં મોત
હળવદ તાલુકસના ડુંગરપુર ગામે રહેતા ભાનુભાઇ બાબુભાઇ આંકડીયા ઉવ-૫૦ નામના પ્રૌઢ પોતાની વાડીએ હતા ત્યારે મગજની બીમારી હોવાને લીધે મનમાં લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા પરિવારજનો તેમને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા જ્યાંથી વધુ સારવારમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં આપવામાં આવેલ સારવાર કારગત ન નિવડતા ભાનુભાઈનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હળવદ પોલીસે મૃતકના પરિવારજનો ઓએસેથી પ્રાથમિક વિગતો મેળવી, મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.