સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે.ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.ત્યારે ટંકારાના ત્રણ તારલાઓને જુદા જુદા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપવા બાદલ ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
સમગ્ર ગુજરાતના જુદા-જુદા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર ટંકારાના ત્રણ તારલાઓને ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આ ત્રણેય મહાનુભાવોને એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. જેમાં સામાજિક ક્ષેત્રે – યોગીરાજસિંહ જાડેજા રસનાળને એવોર્ડ આપવામાં આવ્યું છે, યોગીરાજસિંહે ‘આર્યધરા ફાઉન્ડેશન’ મારફત વૃક્ષારોપણ, અખંડ કીડીયારું, પશુ બચાવ સહિતના કાર્યકરમો કરી ભારતનાં ભાવી ભવિષ્ય એવા યુવા બાળકોને સાચો માર્ગ ચિંધ્યો છે. તેમજ કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કંચન એમ. સારેસા (એડવોકેટ / યોગ કોચ)ને એવોર્ડ આપવામાં આવ્યો છે.
તેમના દ્વારા મહર્ષિ દયાનંદની 200મી જન્મ જયંતી નિમિત્તે 48 જેટલા બહેનોને સાથે રાખીને વગર કોઈ નામ વગર યોગ કૃતિ દ્વારા સ્ત્રી સશક્તિકરણ વિશે મેસેજ આપ્યો હતો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ યોગ સમર કેમ્પની શરૂઆત મોરબી જિલ્લામાં પ્રથમ ટંકારા ખાતે કરી અને સતત ત્રણ વર્ષથી યોગ કેમ્પ આયોજન કરે છે. જેમાં ટંકારા તાલુકામાં બહોળી સંખ્યામાં મોરબી જિલ્લાના અને ગામડાથી બાળકો ઉપસ્થિત રહે છે. તેમજ સાહિત્ય ક્ષેત્રે પાર્થભાઈ પંડ્યાને સન્માનિત કરવામાં આવ્યા છે. પાર્થભાઈ17 વર્ષની નાની વયે કવિતા, બાલ વાર્તા વગેરેની રચના કરે છે. તેમજ ‘સ્પંદન ફાઉન્ડેશન’ ચલાવે છે.જેમાં સમગ્ર ગુજરાતમાં વિનામૂલ્યે પુસ્તકો વાંચન માટે આપવામાં આવે છે.જેમાં 150+ પુસ્તક હાજર છે.ત્યારે આ પ્રતિભાઓએ એવોર્ડ મેળવી ટંકારાનું નામ સમગ્ર ગુજરાતમાં વહેતુ કરી દીધું છે.