માળીયા(મી)માં જૂની એસબીઆઈ બેંક પાસે રહેતા ફારૂક હબીબભાઈ જામ નામના ઈસમના રહેણાંક મકાને માળીયા(મી)પોલીસે તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન ઘરના ફળીયા માંથી બડવાઇઝર મેગ્નમ ગ્લોબલના બિયર ટીન ત્રણ નંગ મળી આવ્યા હતા, આ સાથે તપાસ દરમિયાન આરોપી ફારૂક હબીબભાઈ જામ ઘરે હાજર ન મળી આવતા તેને આ કેસમાં ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.