મોરબી પંથકમાં ગાઢ ધૂમમ્સને પગલે અણીયારી ટોલ નાકા નજીક ટ્રક પાછળ ત્રણથી ચાર વાહનો ઘુસી જતા રોડ પર વાહનોના થપ્પા લાગ્યા હોઈ તેવા દ્રશ્યો સર્જાયા
મોરબીમાં આજે વહેલી સવારથી ગાઢ ધૂમમ્સની ચાદર છવાઈ જતા મોરબી જાણે માઉન્ટ આબુ બન્યું હોઈ તેવો નજારો જોવા મળી રહ્યો હતો. એક સમયે સો મિટર જેટલી દુરનું પણ ન દેખાય તેવી ઝાકળ જામી હોવાથી અકસ્માતના બનાવો સામે આવ્યા છે જેમાં મોરબીના અણીયારી ટોલ નાકા નજીક ધુમ્મસના કારણે આગળના વાહનો ન દેખાત એક ટ્રક પાછળ બીજો ટ્રક ધુસી ગયો હતો.
આ ઉપરાંત અકસ્માત થયેલ ટ્રક ધુમ્મસના કારણે અન્ય વાહન ચાલકોને નજરે ન પડતા અન્ય ૩થી ૪ વાહનો ટ્રક પાછળ ઘુસી ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. એક પછી એક અકસ્માતથી અણીયારી ટોલનાકા નજીક રોડ પણ જાણે વાહનોના થપ્પા લાગ્યા હોઈ તેવા દ્રશ્યો ઉભા થયા હતા. બીજી તરફ અકસ્માતની ઘટના અટકાવવા અણીયારી ટોલનાકાનો સ્ટાફ વાહન ચાલકોને સાવચેત કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલ ધૂમસ ઘટતાં વાહનચાલકોની મુશ્કેલી ઘટી છે.