સરપંચ, ટી.ડી.ઓ. અને મંત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાના કારણે હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી.
વાંકાનેર તાલુકાના મહીકા ગામના નિવાસી અને કોન્ટ્રાકટર તથા તેમના કુટુંબી ભાઈ એમ બંને જન મોટર સાયકલ ઉપર કોઠી ગામથી રાત્રીના સમયે માહિકા પરત આવતા હોય ત્યારે કારમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા કોન્ટ્રક્ટર યુવક ઉપર જીવલેણ હુમલો કરાયો હતો, જેમાં આરોપીઓએ છરી તથા ધોકા વડે હુમલો કરી જતા હોય કહેતા ગયા કે સરપંચ, ટીડીઓ અને મંત્રી ઉપર ફરિયાદ કરી છે તે પરત લઈ લેજે તેમ કહીને જતા રહ્યા હોય, ત્યારે સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્ત કોન્ટ્રાન્ટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓના સગડ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના માહિકા ગામે રહેતા અને બાંધકામના કોન્ટ્રક્ટર વિજયભાઈ શીવાભાઈ ચાવડા ઉવ.૩૮ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ત્રણ શખ્સો તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે વિજયભાઈએ મહીકા ગામના સંરપંચ, ટી.ડી.ઓ. અને મંત્રી વિરૂધ્ધ ફરીયાદ કરેલ જે અંગેનું મનદુ:ખ રાખી, ગઈ તા.૦૩ માર્ચના રોજ રાત્રીના વિજયભાઈ અને તેમનો કાકાનો દીકરો ધર્મેન્દ્રભાઈ કોઠી ગામથી માહિકા ગામ બાઇક ઉઓર આવતા હોય ત્યારે નંબર વગરની કારમાં આવેલ અજાણ્યા આરોપીઓએ વિજયભાઈના બાઇક આડે કાર ઉભી રાખી હતી અને વિજયભાઈને માથામાં છરી વડે ઇજા કરી, તેમજ સાથેના ધર્મેન્દ્રભાઈને લાકડા ધોકા વડે મુંઢ માર મારી, ભુંડી ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ત્રણેય ઈસમો સરપંચ, ટી.ડી.ઓ અને મંત્રી ઉપર કરેલ ફરિયાદ પછી ખેંચી લેવાનું કહીને ચાલ્યા ગયા હતા, હાલ વિજયભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.