Sunday, March 16, 2025
HomeGujaratમોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા.

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા.

મોરબીમાં અલગ અલગ સ્થળે અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા, જેમાં મોરબી ગ્રામ્ય વિસ્તારમાં બે અને ટંકારા તાલુકામાં એક અપમૃત્યુના બનાવમાં ૬૨ વર્ષીય વૃધ્ધા સહિત ત્રણના અકાળે મૃત્યુ નિપજતા જે અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવ મામલે મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ એડીકોન સીરામીક કારખાનામાં ખરાબ પાણીનો ટાકો ખાલી કરતા સમયે પાણી ભરેલા કુંડીમાં પડી જતા અજયભાઈ જેનતીભાઈ સોઢા ઉવ-૨૫ રહે. ભડીયાદના કાંઠા પાસે તા. જી. મોરબી વાળા પાણીમાં ડૂબી જતાં તેની મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

અપમૃત્યુના બીજા બનાવમાં મોરબી તાલુકાના બેલા ગામે રહેતા ૬૩૨ વર્ષીય જયાબેન વિનોદભાઈ બાવરવા એ ગઈ તા.૧૩/૦૩ના રોજ પોતાની ઘરે કોઈ પણ કારણોસર એસીડ પી જતાં તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન જયાબેનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા તાલુકા પોલીસે મૃત્યુ બાબતે પ્રાથમિક વિગતો મેળવી અ. મોત રજીસ્ટર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

આ ઉપરાંત ત્રીજા અપમૃત્યુના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના શનાળા બાયલસ મેલડી માતાજીના મંદિર પાછળ રહેતા કેતનભાઇ મનસુખભાઇ ભીમાણી ઉવ.આશરે ૩૦ નામના યુવકે ગઈકાલ બપોરના આશરે બે વાગ્યાના અરસામા મિતાણા ડેમમા પાણીમા ડુબી જતા મરણ ગયેલ હાલતમા ડેડબોડી તેના કાકા કેશવજીભાઇ કાનજીભાઇ ભીમાણી પીએમ કરાવવા ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે ફોન કરી પોલીસને જાણ કરતા, ઇન્કવેસ્ટ પંચનામાં સહિતની કામગીરી માટે પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. અકકે મૃતયીને ભેટેલા યુવકના મૃત્યુ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!