મોરબી જિલ્લામાં આજે વધુ ત્રણ અપમૃત્યુના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં એક બાળક, એક યુવાન અને એક પરિણીતાનું મોત નીપજ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
મોરબી તાલુકાના જીવાપર (આમરણ) ગામની સીમમાં આવેલ ભુદરભાઇ વશરામભાઇ વિઠ્ઠ્લાપરા ની વાડીએ સંદિપભાઇ મુકેશભાઇ કડેરી (ઉ.વ.૦૫) નામના બાળકને કોઇપણ કારણોસર જોરદાર ઇલેક્ટ્રીક શોક લાગ્યો હતો. જેમા તેનું મોત નિપજતા મૃતદેહને નિમેશભાઇ રતિલાલભાઇ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યા પોલીસને જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુના વધુ એક કેસની પોલીસ મથકેથી જાણવા મળતી વિગત આનુસાર મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા હાર્દિકભાઇ ગુણવંતભાઇ વૈષ્ણવ નામના ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં તેનું મોત નીપજ્યું હતું જે અંગે જાણ થાત પોલીસ દોડી ગઈ હતી જતા મૃતદેહનો કબ્જો સાંભળી પોસ્ટ મોર્ટમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત વાંકાનેર તાલુકા મથકથી મળતી માહિતી મુજબ સીરામીક યુનિટ ના માટી ખાતામા મશીન પર મજુરી કામ કરતી વખતે મશીનના પટ્ટામા હાથ આવી જતા વર્ષાબેન નગીનભાઇ નાયકા નામની 32 વર્ષીય આદીવાશી પરિણીતાને માથામા ગંભીર ઇજા થઇ હતી.જે ઇજા જીવલેણ નિપજતા તેનું મોત નીપજ્યું હોવાનું વાંકાનેર પોલીસ સમક્ષ જાહેર થવા પામ્યું છે જેને પગલે પોલીસે અપમૃત્યુની નોંધ કરી અગળની કાર્યવાહી હાથ ધરી છે.