મોરબી તાલુકાના મોડપર ગામેથી તાલુકા પોલીસે બાતમીને રેડ પાડી હતી. રેડ દરમિયાન વિદેશીદારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા હત. જ્યારે વિદેશી દારૂનો આ જથ્થો સપ્લાય કરનાર વાવડીના શખ્સનું નામ ખૂલ્યું હતું. જેને પોલીસે ફરાર દર્શાવી ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે મોડપર ગામે મોમાઇ માતાજીના મંદીરની બાજુમાં આવેલ તળાવના કાઠે બાવળની જાળીમાં વિદેશીદારૂનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી જયેન્દ્રસિંહ ઉર્ફે લગધીરસિંહ રમુભા ઝાલા, ચંદ્રસિહ ઉર્ફે મુન્નાભાઇ રમુભા ઝાલા, ભરતભાઇ ઉર્ફે પોપટ પાલાભાઇ બડઘા ઓલ સીઝન ગોલ્ડન વ્હીસકીની 17 બોટલ કિંમત રૂપિયા 10,200 સાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા.
પોલીસે કરેલ પૂછપરછમાં ત્રણેય ઈસમોએ વિદેશીદારૂનો આ જથ્થો રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા મોરબી તાલુકા પોલીસે ત્રણ ઈસમોને અટકાયતમાં લઈ દારૂની હેરફેર કરનાર રૂષીરાજસિંહને ફરાર દર્શાવી ચારેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.