Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી અને વાંકાનેરમાં અલગ અલગ દરોડામાં દારૂ સાથે ત્રણ ઝડપાયા

મોરબી અને વાંકાનેરમાં અલગ અલગ દરોડામાં દારૂ સાથે ત્રણ ઝડપાયા

મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ પાસેથી ગઈકાલે એડીલ ગ્રીન એપલ વોડકા ફોર સેલ ઇન ગોઆ ઓન્લી લખેલા ૧૮૦ મિલીના ચાર નંગ ચપલા જેની કી. રૂ.૪૦૦ ના મુદામાલ સાથે બે આરોપી સહદેવસિંહ પ્રધુમનસિંહ ઝાલા (ઉ.વ.૨૨ રહે.પારેખ શેરી દરબાર ગઢ મોરબી મુ.ગામ રંગપર) અને શૈલેષભાઈ બાલુભાઈ પટેલ ઉ.વ.૪૪ રહે મોરબી વાળા ને ઝડપી પાડી ને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જ્યારે બીજા દરોડામાં વાંકાનેરમાં સરતાનપરથી રાતાવીરડા જવાના કાચા રસ્તે આવેલ મોટો સીરામીક સામેથી આરોપી દેવશીભાઇ રાજુભાઈ સરૈયા (ઉ.વ.૨૨ ધંધો માલઢોર રહે.માથક તા હળવદ) ને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ વાઈટ લેક વોડકાની બે બોટલ અને બાઇક નં જીજે ૩૬ એડી ૪૭૬૭ જેની કી. રૂ.૨૦,૦૦૦ સહિત કુલ રૂ ૨૦,૬૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!