Sunday, January 12, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઝડપાયા

મોરબી જિલ્લામાં અલગ-અલગ સ્થળોએથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ ઝડપાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને ધ્યાને લઈ મોરબી જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબી જીલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ દારૂ/ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા પોલીસ તંત્રને સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએથી ત્રણ જેટલા શખ્સોને વીદેશી દારૂની બોટલ સાથે પકડી પાડી જેલ હવાલે કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસના સ્ટાફે મોરબી લાતી પ્લૉટ શેરી નં.૧ ક્રિષ્ના હોસ્પીટલ પાછળ ઉમીયા ગ્લાસ નામની દુકાન પાસેથી ચેકીંગ દરમિયાન કમલેશભાઈ શામજીભાઈ શેરશીયા નામના શખ્સને અટકાવી તેની તપાસ કરતા ભારતીય બનાવટના કુલ રૂ.૫૦૦/-ની કિંમતનાં કિંગફિશર સ્ટ્રોંગ પ્રીમીયમ બિયરનાં ૫ ટીન મળી આવતા આરોપીની અટકાયત કરી છે.

જયારે બીજી બાજુ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાસ્પદ જણાતા શંકરભાઈ લઘરાભાઈ ડેડવાણીયા નામના શખ્સને રોકી તેની પૂછપરછ કરી તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેશર વેચાણ કરવાના ઈરાદે લવાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની મેકડોવેલ્સ કલેકશન વ્હીસ્કી લખેલ બોટલ મળી આવતા તેની અટકાયત કરી છે.

જયારે ત્રીજા દરોડામાં હળવદ પોલીસ મથકના સ્ટાફે હળવદ બસ સ્ટેન્ડ પાછળ રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન રેઇડ કરી સુરેશભાઈ ઉર્ફે કિરણ વિનોદભાઈ પરમાર નામના શખ્સને ત્યાંથી તેની પાસે રહેલ કુલ રૂ.૨૧૦૦/-ની કિંમતની મેકડોવેલ્સ નંબર વન કલેકશન વ્હીસ્કી લખેલ કુલ ૦૭ બોટલો મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!