Friday, December 27, 2024
HomeGujaratવાંકાનેરના મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી રીક્ષામાંથી ચાર કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા

વાંકાનેરના મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી રીક્ષામાંથી ચાર કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ અને એસઓજી પોલીસે સહિયારું ઓપરેશન પાર પાડી વાંકાનેર તાલુકાના મેસરીયા ચેક પોસ્ટ ખાતેથી રીક્ષામાં ચાર કિલો ગાંજાના જથ્થા સાથે નીકળેલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકાના મેસરીયા ચેકપોસ્ટ ખાતેથી એસ.ઓ.જી. પોલીસ તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો આ દરમિયાન બાઉન્ડ્રી તરફથી સી.એન.જી. ઓટો રીક્ષા નં.GJ-36-U-6417 નો ચાલક જાદવ ઉર્ફે ભીમાભાઇ રામાભાઇ મુંધવા (ઉ.વ .૨૦ રે.અમરનાથ સોસાયટી , વાંકાનેર જી.મોરબી) તથા રાજુભાઇ રતનભાઇ શર્મા (ઉવ .૩૬ રે.હાલ લાલપર મુળ રે.નાગદા તા.જી. ઉજ્જૈન (એમ.પી) તેમજ બળદેવભાઇ વિરમભાઇ ગમારા (ઉ.વ .૩૦ રે.વાંકાનેર આરોગ્યનગર મુળ રે.રફાળેશ્વર તા.જી.મોરબી)ને ચાર કિલો ગાંજાના જથ્થા કિંમત રૂ. ૪૦,૦૦૦ તથા રોકડ રૂપિયા ૧૨,૫૦૦ અને મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૬૦૦૦ તથા કાળા કલરનો થેલો નંગ -૧ , કિ.રૂ .૦૦ તથા ગુન્હામાં ઉપયોગ કરેલ CNG રીક્ષા કિ.રૂ .૬૦,૦૦૦ મળી કુલ રૂ .૧,૧૮,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય શખ્સો વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એકટ હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!