માળીયા મીં.માં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માળીયા હળવદ રોડ યુનીકો ગુડ્ઝ ઇન્ડ્સ્ટ્રીજ નામના કારખાના ગ્રાઉન્ડમા રિવર્સ આવતા મીલરે રિક્ષાને હડફેટે લીધી હતી. જેના કારણે એક મહિલા સહીત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર, માળીયા હળવદ રોડ યુનીકો ગુડ્ઝ ઇન્ડ્સ્ટ્રીજ નામના કારખાના ગ્રાઉન્ડમા ગત તા.૦૪/૦૫/૨૦૨૩ ના સાંજના સમયે જી.જે.૩૬-એસ.૨૦૪૬ નંબરના મીલરીયુ એઝ.એક્ષ ફલોરી મશીનના ચાલકે બેફીકરાઇથી રીવર્સ લેતા પાછળ ઉભેલ જી.જે.૩૬ યુ ૯૫૬૭ નંબરના રીક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ત્યાં રહેલ રજુબેનને જમણા પગે તથા કમરે તથા આનંદ અને મનીષભાઇને માથામા તથા શરીરે નાની મોટી ઇજા થઈ હતી. જયારે મીલર ચાલક અકસ્માત સર્જી નાશી જતા સમગ્ર મામલે સુનીલભાઇ હિતુભાઇ ડામોરે માળીયા મીં. પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-૨૭૯,૩૩૭ તથા એમ.વી.એક્ટ ક.૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ફરિયાદ દાખલ કરાવી હતી.