Friday, April 19, 2024
HomeGujaratહળવદના રણજીતગઢ ગામના પાટીયા પાસે નર્મદા કેનાલમાં ત્રણ યુવાન ડુબ્યા હોવાની આશંકા:૧૨...

હળવદના રણજીતગઢ ગામના પાટીયા પાસે નર્મદા કેનાલમાં ત્રણ યુવાન ડુબ્યા હોવાની આશંકા:૧૨ કલાક બાદ પણ લાપતા

ત્રણ યુવાનો ના કપડા પાકીટ મોબાઇલ સહિતની વસ્તુ ત્રણ‌ કેનાલ કાંઠેથી મળી

- Advertisement -
- Advertisement -

હળવદ માળિયા હાઇવે પર આવેલ રણજીતગઢ ગામના પાટીયા પાસે રોટાવેટર કંપનીમાં કલર કામ કરતા ત્રણ યુવાનો સાંજના સમયે નર્મદા કેનાલમાં ન્હાવા ગયા હતા મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ત્રણેય યુવાનોના કપડા મોબાઈલ પાકીટ સહિતની વસ્તુ કેનાલ કાંઠે મળી આવતા ચિંતાનું મોજું ફરી વળીયુ હતું. આજુબાજુના લોકોએ તાત્કાલિક હળવદ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.૧૨ કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી યુવાનોનો પતો લાગ્યો નથી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ માળિયા હાઇવે પર આવેલ રણજીતગઢ ગામના પાટીયા પાસે રોટાવેટર ફેક્ટરીમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણ યુવાનો રહેતા હતા.જે કલર કામ કરતા હતા. જે ઓ ગુરૂવાર સાંજના સમયે નર્મદા કેનાલમાં ત્રણેય યુવાનો નાહવા ગયા હતા. પરંતુ મોડે સુધી પરતના ફરતા પરિવારજનોએ શોધખોળ કરતા ફેક્ટરી ની બાજુમાં આવેલ કેનાલના કાંઠે યુવાનના કપડા મોબાઈલ પાકીટ મળી આવતા તેમના મનમાં ચિંતા નું મોજો ફરી વળ્યું હતું. આજુબાજુના લોકોને જાણ થતા હળવદ નગરપાલિકા ફાયર બ્રિગેડ ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને યુવાનોને શોધવા માટેની તજવીજ હાથ ધરી હતી પરંતુ ૧૨ કલાકનો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી યુવાનોનો પતો લાગ્યો નથી. નર્મદા કેનાલમા ત્રણ યુવાન ડુબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.ત્રણેય યુવાનો ફેક્ટરીમાં કલર કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. સાંજના સમયે ન્હાવા ગયાતા તે સમયે યુવાનો ડુબ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. મુળ બનાસકાંઠા જિલ્લાના ત્રણ યુવાનો કેવાભાઈ સવશીભાઈ ઠાકોર(ઉ. વ ૨૭),મેન્દભાઈ વાલાભાઈ ઠાકોર(ઉ.વ. ૨૦),અલ્પેશભાઈ શ્રવણભાઈ ઠાકોર(ઉ.વ.૧૮) નામના ત્રણેય યુવાનો ડૂબીઓ હોવાની આશંકા સેવાઈ રહી છે.ધટના ની જાણ થતાં આજુબાજુના લોકો તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તરવૈયા અને ફાયર ની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.રાત્રી નો સમય હોવાથી યુવાનોને શોધવા માં ‌ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!