આજે ફરી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જામગનર, મોરબી અને રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગાજવીજ અને પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ ઉડી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર મોરબીમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે.
મોરબીમાં લાંબા સમયના ઈન્તેજાર બાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે. મોરબી, ટંકારા અને વાંકાનેરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ફરીથી ધોધમાર વરસાદ શરુ થયો છે. આજે સવારે 8 થી 10 સુધીમાં મોરબીમાં 05 મીમી, ટંકારામાં 22 મિમી અને વાંકાનેરમાં 06 મીમી વરસાદ નોંધાયો છે.થોડા દિવસના વિરામ બાદ મોરબીમાં ફરીથી મેઘમહેર આવી પહોંચી છે.યોગ્ય સમયે વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે