હળવદનાં ટીકર ગામમાં ૨૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા
ટાઉતે વાવાઝોડાએ દિશા બદલી હોવાની હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી અધિક જિલ્લા કલેકટર દ્વારા હળવદ અને વાંકાનેર મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને અસરકર્તા વિસ્તારમાં લોકોનું રાત્રીના ૧૦ વાગ્યા સુધીમાં સ્થળાંતર કરવા આદેશ આપતા હળવદ તાલુકાના રણકાંઠાના ખરાવાડમાંથી ટોઉતે વાવાઝોડાને પગલે ૨૦૦ થી વધુ લોકોનું હાલ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું છે ટીકર ગ્રામજનો દ્વારા પણ મદદ કરી આશ્રય સ્થાનો ખોલવામાં આવ્યા છે. સાથે જ હળવદ મામલતદાર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. હાલ હળવદ મામલતદાર હર્ષદીપ આચાર્ય અને તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.