ટંકારા ખાતે આજરોજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર ઘર તિરંગા અને આઝાદી પર્વ ઉપરાંત દેશ ભાવના થકી રાષ્ટ્ર વિકાસને ધ્યાનમાં રાખીને યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ તકે ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજી દેથરીયાએ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
ટંકારા ખાતે તાલુકા પંચાયત વહિવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દુલભજી દેથરીયાએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. યાત્રા શહેરના રાજમાર્ગો ઉપર ફરી વળી હતી. અને સમગ્ર પંથક દેશભક્તિના ગીતોએ રંગાય ગયું હતું. જે તિરંગા યાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જે તકે મામલતદાર કેતન સખિયાજી ઇન્ચાર્જ ટિડીઓ પરાસરાજી,પોલીસ મથકના રાઈટર હેડ ફિરોઝભાઈ પઠાણ, જમાદાર ઈમ્તિયાઝભાઈ જામ, ભાજપ સંગઠનના પ્રભુભાઈ કામરીયા, નંદલાલભાઈ પરમાર, મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ ભાવનાબેન કૈલા, નિર્મલાબેન, ભૂમિબેન, કૈલાસબેન જગોદરા, શારદાબેન પડાયા, બારૈયા સોનલબેન (લતાબેન અગ્રાવત ઉપ પ્રમુખ જીલ્લા મહિલા મોરચો દ્રારકા), ટંકારા પ્રમુખ કિરીટભાઈ અંદરપા, રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, દિનેશભાઈ વાધરિયા, મહેશભાઈ લિખિયા જીલ્લા પંચાયતના સદસ્ય, પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, નથુભાઈ કડીવાર, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, તાલુકાના સદસ્યો, પંચાયત સરપંચો, વડિલ મિત્રો તેમજ શાળાના બાળકો, શિક્ષકો, હોમગાર્ડ, જીઆરડી અને પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.